Write Share what's happening in your neighborhood

અમદાવાદમાં PUBG પર પ્રતિબંધ

social
Shivani Shah,

Amdavad, Maninagar, Ahmedabad, Gujarat, India

પોલીસ કમિશનર એ.કે.સિંઘના કહેવા પ્રમાણે અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતીના પગલે PUBG રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જાણવા મળ્યા મુજબ PUBG/Momo Challenge ના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વર્તન જોવા મળે છે અને જેની અસર તેમના અભ્યાસ પર પણ થાય છે. તારીખ 28 માર્ચ સુધી આ હુકમ લાગુ પાડવામાં આવ્યો છે જેથી અમદાવાદમાં હાલ આ ગેમ રમવી એ એક ગુનો છે અને તેને લગતી કોઈ પણ ગતિવિધિમાં ભાગ લેવો એ પણ. PUBG ગેમ એ કાંઈ ખોટી વસ્તુ નથી હા એની આદત લાગી જવી એ ખોટું છે તેથી આ હુકમના પ્રતિભાવ રૂપે ઘણા અમદાવાદીઓ આ હુકમ વિરોધ કમેન્ટ્સ કરીને કહ્યું છે કે અમદાવાદ પોલીસ પાસે બીજા ઘણા કામ છે-PUBG બંધ કરાવવા સિવાયના અને ઘણા લોકોએ આ પગલું આવકાર્યું પણ છે.

Comment