Write Share what's happening in your neighborhood

અવસરની અગત્યતા ન જાણનાર સફળ થતા નથી

philosophy
Shivani Shah,

Paldi Road, Kocharab, Paldi, Ahmedabad, Gujarat, India

અવસરની અગત્યતા ન જાણનાર સફળ થતા નથી. અમદાવાદની એ.એમ.ટી.એસ બસોની આ ખાસિયત છે કે અહીં પાછળ મોટિવેશનલ કે પોઝિટિવ વાક્ય લખેલા હોય છે ને મને મારુ વાહન લઈને આવી બસો પાછળ ભાગી એને વાંચવું ને ફોટો પાડવા બહુ ગમે એટલે આ વખતે પાલડી પાસે આ બસ મળી જેનો ફોટો પાડ્યો પછી વિચાર્યું કે કેવી સાચી વાત છે જો હું આ વાંચવાનું ચુકી જાત તો અવસર ચુકી ગયા જેવું જ લાગતું મને પણ. અવસરની અગત્યતા જો સમજો કે જાણો નહીં તો એ જતો રહે ને પછી પસ્તાવો થાય કે મેં પહેલા આ કર્યું હોત તો? ને આ સવાલો આમ ચાલતા રહે એ તો ઠીક ઘણી વાર એમ પણ બને કે બીજો અવસર ન પણ મળે ને પછી પારાવાર પસ્તાવમાં જીવવું એના કરતાં અવસર આવે તો એને જાણી લેવો, એનો સદુપયોગ કરવો સારો.

Comment