Write Share what's happening in your neighborhood

નર્મદામાં જળસંકટ: સરદાર સરોવર ડેમમાં માત્ર 2 મીટર જ પાણી

business & finance
Anonymous,

Gujarat, India

અમદાવાદ: મુખ્યમંત્રીએ એવું કહ્યું કે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે કારણ કે નર્મદામાં પાણી નથી તો દિવ્ય ભાસ્કરની ટીમ નદીનું દર્દ જાણવા નીકળી પડી. કેવડિયાથી ત્યાંથી લઈ ભરૂચ સુધીની હકીકત જાણી. જે સત્ય સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારું છે. જેટલું જણાવાયું હતું તેનાથી પણ બદતર હાલતમાં નર્મદા છે. ચોમાસાને હજુ સાડા ચાર મહીના બાકી છે અને ડેમમાં લઘુત્તમ લેવલની ઉપર માત્ર બે મીટર પાણી બાકી છે. પાણીની આવક કરતાં જાવક વધુ છે. ખેતી અને ઉદ્યોગો માટે પાણીની વાત તો છોડો ચાલુ વર્ષે ઉનાળામાં આપણને પીવાનું પાણી પણ જો મળે તો તે મોટો ચમત્કાર ગણાશે. 169 ગામ અને 12028 શહેર સંપૂર્ણ રીતે નર્મદાના સહારે છે.

Comment