Write Share what's happening in your neighborhood

42 વર્ષથી પીવડાવે છે કોલેજના વિદ્યાર્થીઓને ચા

personality
Shivani Shah,

Ashram Road, Usmanpura, Ahmedabad, Gujarat, India

કીટલીની ચા એ અમદાવાદીઓની આમ તો જાન કહી શકાય. ત્યારે સી.યુ.શાહ કોલેજની બહાર વિજયભાઈ દામોર એટલે કોલેજ વાળા ના વિજયભાઈ ચા વાળા છેલ્લાં 42 વર્ષથી અહીં ચાની કીટલી ચલાવે છે. ધોરણ 3માં ભણવાનું છોડીને તેમણે તેમના આ કામ ચાલુ કર્યું હતું. 1995માં 7 રૂપિયાની કિલો એવી શ્રી સોમાભાઈ વાઘબકરી ચા લાવતા અને આખા દૂધની પીવડાવતા જર અત્યારે 350 રૂપિયે કિલોની મળે છે આ વાત તેઓ ચાનો ભાવ આટલો અત્યારે કેમ છે એનું કારણ આપતા જણાવે છે.પણ દિલના સાફ એવા આ ચા વાળા કાકા કોલેજીયનોના માનીતા છે. એમની સાથે વાતો કરતા આજે વર્લ્ડ કલાસ ચા એમણે આ ચા રસિયણને થોડી એક્સ્ટ્રા પણ પીવડાવી. શું કહેવું ? અમદાવાદ અમદાવાદ છે ને?અરે અમદાવાદ જાન છે.

Comment