Write Share what's happening in your neighborhood

whats happening in Gujarat

politics
Mritunjay Patra,

Gujarat, India

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચની ભલામણને મંજૂરી આપી દીધી. સરકારે રવિવારે તેનું નોટિફિકેશન જાહેર કર્યું. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે આ 20 ધારાસભ્યોના ઓફિસ ઑફ પ્રોફિટ (લાભનું પદ) મામલે શુક્રવારે ચૂંટણીપંચે (EC) રાષ્ટ્રપતિને ભલામણ મોકલી હતી. ECએ કહ્યું હતું, "સંસદીય સચિવ હોવાને કારણે આ લોકો (AAPના ધારાસભ્યો) લાભના પદો પર હતા, એટલે દિલ્હી વિધાનસભાના ધારાસભ્યો તરીકે તેમનું સભ્યપદ રદ કરવામાં આવે." આ ભલામણ વિરુદ્ધ 7 ધારાસભ્યોએ દિલ્હી હાઇકોર્ટમાં તરત સુનાવણીની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન HCએ ધારાસભ્યોને ઇન્ટરિમ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

Comment